Video: વડનગરમાં ચાલી રહેલા વિશ્વશાંતિ મહાયજ્ઞમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી, હાટકેશ્વર મહાદેવની કરી પૂજા અર્ચના

મહેસાણાના વડનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા. વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. અહીં વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે તેઓ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના પણ કરી. ધાર્મિક કાર્યક્રમને લઈને મંદિરમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત






