Video: ચાણસ્મા પંથકમાં તસ્કરોનો મંદિરમાં હાથફેરો

શિયાળાના આગમન સાથે જ તસ્કરોએ ત્રાસ મચાવ્યો છે. પાટણના ચાણસ્મા તાલુકાના ખારી ઘારિયાલ ગામે આવેલા પીઠાઈ માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ મંદિરમાં પ્રવેશી માતાજીના આભૂષણો તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હતી અને દાનપેટી તોડીને પણ હાથફેરો કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ આ ચોરીનો આંકડો પાંચ આંકડાને પાર પહોંચ્યો છે. અત્યાર સુધી ચોરીની ઘટનાઓમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનું નામ ચર્ચામાં રહેતું હતું, પરંતુ આ વખતે છત્રીધારી ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ચાણસ્મા તેમજ પાટણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે, જ્યારે ચોરીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
જાહેરાત











