Video: દાહોદના ગરબાડામાં મુખ્યમંત્રીના પ્રવાસનો બીજો દિવસ, સીએમએ જનસુનાવણીમાં હાજરી આપી

દાહોદના ગરબાડામાં મુખ્યમંત્રીના પ્રવાસના બીજા દિવસે બપોર બાદ જનસુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારના પ્રશ્નો અને રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.
જાહેરાત















