Video: વાત્રક કેનાલમાં 8 ફૂટનું મોટું ગાબડું

અરવલ્લીના માલપુરના નેત્રોડિયા ગામ નજીક સાઇફન પાસે વાત્રક ડેમની ડાબા કાંઠાની કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. કેનાલમાં પાણી છોડ્યાના બીજા જ દિવસે અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડતાં પાણીનો બેફામ પ્રવાહ બાજુના વાઘામાં વહી ગયો હતો. કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે અચાનક ગાબડું પડતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે. મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી હતી. મહત્વનું છે કે અગાઉ 15 દિવસ સુધી કેનાલની સફાઈ અને રિપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં પાણી છોડતાં જ ગાબડું પડતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે. શિયાળુ વાવેતરની સિઝનમાં પાણીનો વેડફાટ થતાં માલપુર, બાયડ અને સાઠંબા તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જાહેરાત











