Video: ધોળકાના અરણેજમાં મતદાર યાદીમાં ગોટાળો, એક જ ઘરના સભ્યો અલગ વોર્ડમાં મુકાયા

ધોળકા તાલુકાના અરણેજમાં 2015ની વોર્ડ રચના અને સીમાંકન મુજબ મતદાર યાદી ન બની હોવાનો આક્ષેપ છે. પતિ-પત્ની બાળકો અને એક જ લાઈનના ઘરો જુદા-જુદા વોર્ડમાં નાખી દેવાયા છે જ્યારે ઘણા નામો ગાયબ છે. આગેવાન સંજય સિંહ વાળાના જણાવ્યા મુજબ રજૂઆત છતાં તંત્રે ખોટી યાદી બનાવી અને નકલ પણ પ્રસિદ્ધ ન કરી. ચૂંટણી પંચ અને વહીવટી તંત્રને રજૂઆત સાથે યાદી સુધારવાની માંગ કરાઈ છે, અન્યથા ચૂંટણી બહિષ્કારની ચેતવણી અપાઈ છે.
જાહેરાત














