VIDEO: જૂનાગઢના સાસણ અને ભેસાણમાં ધોધમાર વરસાદ: કપાસ-મગફળીના પાકને મળશે નવજીવન
સોર્સ : gstv
જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકાળા અને બફારા બાદ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાસણ ગીર અને ભેસાણ પંથક સહિત પરબ વાવડી વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સમગ્ર જિલ્લામાં બંધાયેલા કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબકતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઈ છે. આ આકાશી અમૃત વરસતાની સાથે જ સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે આ સમયસરનો વરસાદ ખેતરોમાં લહેરાતા મગફળી અને કપાસના પાક માટે અમૃત સમાન સાબિત થશે, જેને કારણે ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન થવાની આશા જાગી છે અને જગતનો તાત હરખાયો છે.

