Video: વડોદરામાં તલસટથી ચાપડ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગ્રામજનોનો વિરોધ

સોર્સ: gstv

વડોદરાના તલસટથી ચાપડ તરફ જતા રોડની કામગીરીમાં કથિત ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત દ્વારા આશરે 1 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સાઈડ સોલ્ડરિંગમાં માટી કે નિયત મટીરીયલને બદલે કચરો નાખવામાં આવતો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કામગીરી દરમિયાન સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે TPIના કર્મચારી હાજર રહેતા નથી. બિનઅનુભવી માણસો અને JCB દ્વારા ફોન પર સૂચનાઓ આપીને કામ ચલાવવામાં આવતું હોવાના કારણે રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત