Video: લીલી પરિક્રમાનો પ્રારંભ: ST વિભાગની 400 બસ અને 50 મીની બસ દોડાવાઈ, માત્ર ₹15 અને ₹30ના ભાડામાં ભાવિકો ભવનાથ તળેટી પહોંચી શકશે

પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થતા જ પરિક્રમાર્થીઓની સુવિધા માટે ST વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાંથી 400 જેટલી બસો બોલાવવામાં આવી છે, જ્યારે ST બસ સ્ટેન્ડથી જિલ્લા પંચાયત પાર્કિંગ સુધી 50 મીની બસો દોડાવવામાં આવી રહી છે. મુસાફરો માટે ફુલ ટિકિટનો દર 30 રૂપિયા અને અડધી ટિકિટનો દર 15 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. ધારાસભ્ય, મેયર અને શહેરના હોદ્દેદારોના હસ્તે આ બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જાહેરાત















