Video: અંબાજી મંદિરમાં દિવાળી પર્વે ભક્તોની ભીડ, પાંચ દિવસમાં ભંડારામાં 1.25 કરોડની આવક

સોર્સ: gstv

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં નવા વર્ષના તહેવારો દરમિયાન ભક્તોના ભારે ઘસારાને પગલે મંદિરનો ભંડારો છલકાયો છે. એકમથી પાંચમ સુધીના માત્ર 5 દિવસમાં જ મંદિરને એક કરોડ 25 લાખ રૂપિયાની માતબર આવક થઈ છે. ભંડારાની આ રકમની ગણતરી 2 દિવસ સુધી સીસીટીવી કેમેરાની નજર હેઠળ, પોલીસ બંદોબસ્ત અને વહીવટદારની હાજરીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેમ્પલ ઇન્સ્પેક્ટર ઓફિસના ડોનેશન કાઉન્ટર પર પણ અંદાજે 12 લાખ રૂપિયા જેટલું દાન જમા થયું છે. દિવાળી પર્વમાં લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેના પરિણામે મંદિર ટ્રસ્ટની આવકમાં મોટો વધારો નોંધાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત