Video: જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં લાભ પાંચમે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા સુવર્ણ કળશયુક્ત અંબાજી મંદિરમાં લાભ પાંચમે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શક્તિદ્વારથી લઈને આખું મંદિર પરિસર રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સવારે સાડા 6 વાગ્યે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, અને આખું મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભટ્ટજી મહારાજના જણાવ્યા અનુસાર, લાભ પાંચમે ભક્તો માતાજીના ધામમાં આવીને નારિયેળ, ચાંદીના સિક્કા અને કુમકુમનું પૂજન કરાવીને પોતાની પેઢીમાં મૂકે છે, જેથી તેમનો ધંધો-રોજગાર ઉત્તરોત્તર પ્રગતિ કરે. દિવાળી વેકેશન અને નવા વર્ષની જેમ લાભ પાંચમે પણ મા અંબાના દર્શને ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જાહેરાત








