Video: લાભ પાંચમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીમાં શક્તિ દ્વાર સુધી લાંબી કતારો

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં લાભ પાંચમના પવિત્ર પર્વે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી દરમિયાન શક્તિ દ્વાર સુધી દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. લાભ પાંચમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટો અને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું છે. સિદ્ધિ વિનાયકની આરતી બાદ માતાજીની આરતી કરવામાં આવે છે. માતાજીના દર્શન કરી વેપારીઓ નવા વર્ષના ધંધા-રોજગારની શરૂઆત કરશે.
જાહેરાત






