Video: મોરબીમાં દુકાનો સીલ કરવાની કાર્યવાહી

મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નોનવેજની દુકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો સીલ કરવાની કામગીરી શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક સ્તરે હોબાળો જોવા મળ્યો હતો. બીજી તરફ કેટલીક મહિલાઓ મનપા કચેરીએ પણ પહોંચી હતી. દુકાનો સીલ કરવાની કામગીરીને પગલે વિસ્તારમાં ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની કાર્યવાહી યથાવત્ રાખવામાં આવી છે.
જાહેરાત















