Video: અમરેલી-સાવરકુંડલા હાઈવે પર અકસ્માતમાં 4નાં મોત

સોર્સ: gstv

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે..શેત્રુંજી પુલ પાસે અમરેલી-સાવરકુંડલા રૂટની એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પરિવાર અને એસટી ચાલક સહિતના લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બસના મુસાફરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી. જેમને હોસ્પિટલ ખસેડાયા હતા..જો કે સારવાર પહેલા જ 4 લોકોએ દમ તોડયો હતો. જ્યારે એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તો તથા મૃતકોને હોસ્પિટલ ખસેડાયા હતા અને અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક ચક્કાજામ સર્જાયો હતો. ઘટનાસ્થળે એસટી નિગમના ડેપો મેનેજર અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત