Video: ગુજરાતમાં વાહનો પર જાતિ-ધર્મ દર્શાવતા લખાણ પર પ્રતિબંધ, મોટર વાહન નિયમોમાં સુધારો

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ અને ધર્મ દર્શાવતા લખાણ કે ચિહ્નોનું પ્રદર્શન કરી શકાશે નહીં. રાજ્ય સરકારે ટુ-વ્હીલરથી લઈને કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો માટે મોટર વાહન નિયમોમાં મહત્વનો સુધારો કર્યો છે. નવા નિયમ મુજબ સનાતન, હિન્દુ, પાટીદાર, રાજપૂત સહિત જાતિ કે ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આ માટે ગુજરાત મોટર વાહન નિયમો, 1989ના નિયમ 125 અને 138માં સુધારો કરવામાં આવ્યો છે. 17 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલા આ સુધારા મુજબ સરકારની મંજૂરી વિના ખાનગી વાહનો પર જાહેરાતનાં ઉપકરણો, જાતિસૂચક ચિહ્નો કે અન્ય લખાણ દર્શાવી શકાશે નહીં. આ નિયમોના મુસદ્દા પર અગાઉ વાંધા અને સૂચનો મંગાવાયા હતા, પરંતુ નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો મળ્યો નહોતો.
જાહેરાત













