Video: NCC શૂટિંગમાં સુરેન્દ્રનગરનો ડંકો

સોર્સ: gstv

રાજકોટ ગ્રૂપ દ્વારા આયોજિત NCC ઇન્ટર બટાલિયન શૂટિંગ સ્પર્ધામાં કુલ 107 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરના 16 વિદ્યાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા છે. એર રાઇફલ, એર પિસ્તોલ, પીપ સાઇટ, ઓપન સાઇટ સહિતની વિવિધ શૂટિંગ સ્પર્ધાઓ યોજાઈ હતી. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓએ 8 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીતી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓની એક મહિનાની સખત મહેનત રંગ લાવી છે. રાજકોટ ગ્રૂપના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નીરજ સૂદે સુરેન્દ્રનગર પહોંચીને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા માટે તાલીમ આપવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત