અમરેલી હાઈવે પર એસ.ટી. બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, 4 લોકોના મોત

અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર આવેલા શેત્રુંજી નદીના પુલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી સાવરકુંડલા તરફ જઈ રહેલી એસ.ટી. બસ અને એક મોટરસાઈકલ વચ્ચે ટક્કર થતાં આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં 4 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ
મળતી માહિતી પ્રમાણે, અમરેલી-સાવરકુંડલા રૂટની એસ.ટી. બસ પોતાના નિર્ધારિત માર્ગ પર જઈ રહી હતી, તે દરમિયાન શેત્રુંજી પુલ પાસે સામેથી આવતી બાઈક સાથે બસની ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ અને સ્થાનિક વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ માર્ગ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતમાં 4 લોકો ઘટના સ્થળે મોત
આ અકસ્માતમાં બસ ચાલક, બાઈક સવાર પિતા અને 2 બાળકોના ઘટનાસ્થળે મૃત્યું થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ ગંભીર ઘટનામાં મૃત્યું પામેલા અને ઈજા પામેલા લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.















