Video: અમરેલીના લાઠીના અડતાળામાં ઉપ-સરપંચ જીતુ વાળાના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

લાઠીના અડતાળામાં પાણી પ્રશ્ને જીતુ વાળાએ રિવોલ્વર અને દંડા સાથે આતંક મચાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો, જે મામલે લાઠી પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે 3 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે જીતુ વાળા સહિત અન્ય ફરાર છે. ત્યારે ઈન્ચાર્જ એસપીની હાજરીમાં જીતુ વાળાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન PGVCL અને પાણી પુરવઠાની ટીમે પણ કનેક્શન અંગે તપાસ હાથ ધરી હતી.
જાહેરાત














