Video: અમરેલીના સમૂહખેતી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભવ્ય કૃષિ સંવાદ અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી, ઉર્જામંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા તેમજ ધારાસભ્ય હીરા સોલંકી, જે.વી. કાકડિયા અને જનક તળાવિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખેડૂત સંગઠન અને લોકસેવા માટે જીવન સમર્પિત કરનાર સ્વર્ગસ્થ ભગવાન કસવાળાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લઈ ખેડૂતોના ખમીરને બિરદાવ્યું હતું. રાજ્યપાલની સાથે ધારાસભ્ય મહેશ કસવાળા અને હીરા સોલંકી પણ ગામડામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા, જેથી સમગ્ર પંથકમાં કૃષિ અને લોકસેવાના સંસ્મરણોનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.
જાહેરાત











