Video: અમરેલીના ધારીના જીરા ગામે પેરાપેટવાળા કૂવામાં ખાબકતાં 2થી 3 વર્ષના સિંહનું મોત થયું

ધારી તાલુકાના જીરા ગામની સીમમાં ખેતરના પેરાપેટવાળા કૂવામાં રાત્રિના અંધકારમાં એક નર સિંહ પડી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. બનાવની જાણ થતાં દલખાણિયા રેન્જના કરમદડી રાઉન્ડ હેઠળના હીરાવા બીટ વિસ્તારમાં વન વિભાગની ટીમ દોડી આવી હતી. ટીમે કૂવામાંથી સિંહનો મૃતદેહ બહાર કાઢી 19 નવેમ્બર 2026ના રોજ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોસ્ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે. મૃત સિંહ અંદાજે 2થી 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.
જાહેરાત














