Video: ભક્તોની ભારે ભીડને લઈને જૂનાગઢના ગીરનારમાં લીલી પરિક્રમાની વહેલી શરૂઆત

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થવાના સમય પહેલાં જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો..જેથી લીલી પરિક્રમાન પ્રવેશદ્વાર ઈટવા ઘોડી ખાતે ૧૫ થી ૧૭ કલાક વહેલા જ પરિક્રમાનો પ્રારંભ થયો... વહેલી સવારે મુખ્ય દરવાજો ખુલ્લો મુકાતા જ 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ સાથે લાખો યાત્રિકોએ જંગલ વિસ્તારમાં પ્રવેશ કરીને પરિક્રમા શરૂ કરી દીધી છે. હાલમાં પરિક્રમાનો સમગ્ર ૩૬ કિલોમીટરનો રૂટ ચિક્કાર યાત્રિકોથી ઉભરાઈ રહ્યો છે અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, હજુ પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકોનું જૂનાગઢ ખાતે સતત આગમન ચાલુ હોવાથી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા સઘન બનાવાઈ છે.
જાહેરાત















