Video: જંબુસર નજીક વડોદરા મેન કેનાલ ભંગાણથી ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે શરૂ

સોર્સ: gstv

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા નજીકથી પસાર થતી વડોદરા મેન કેનાલમાં ભંગાણ સર્જાયા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કેનાલમાં ભંગાણ સર્જાતાં જ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સમગ્ર રાત કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. હાલ કેનાલના સમારકામની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. દરમિયાન જંબુસર-આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી સ્થળ પર પહોંચ્યા હતા અને સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. બીજી તરફ કેનાલ ભંગાણને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી વળતર આપવાની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને વળતર ક્યારે મળશે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત