Video: વડોદરાના ગોત્રી વિસ્તારમાં સ્પામાં લાગી આગ

સોર્સ: gstv

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના બની હતી. ઓશિયા મોલની બાજુમાં આવેલા લોટસ અલાઈટ કોમ્પ્લેક્સમાં સ્થિત રોઝબેરી સ્પામાં આગ લાગી હતી.. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આગને કારણે આખા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી..સ્પામાં રહેલા ફર્નિચર સહિતના સામાનને તેનાથી મોટું નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગમાં સ્પા માલિકને મોટું નુકસાન થયું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત