Video: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવા કોંગ્રેસની કવાયત

અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી રણદીપ સૂરજેવાલાના બે દિવસના પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એક્શન મોડમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ગુજરાતના તમામ શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આવનારા સમયમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સાથે જ શહેર અને જિલ્લા પ્રમુખોને આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક કામગીરીની જવાબદારીઓ સોંપવામાં આવશે.
જાહેરાત














