Video: ભાજપના ધારાસભ્ય લાડાણીની દાદાગીરી જેવા વર્તન પર કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર

માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લુખ્ખાગીરી અને દાદાગીરી કરતો વીડિયો વાયરલ થતાં રાજકીય વિવાદ સર્જાયો છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસે ભાજપના નેતાઓ અને હોદ્દેદારો પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપના લોકો અને હોદ્દેદારો બેફામ વર્તન કરી રહ્યા છે. ધારાસભ્ય જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ સામાન્ય લોકો સાથે આ પ્રકારનું વર્તન કરે તે યોગ્ય નથી. લોકોને મળવાપાત્ર સુવિધાઓ આપવામાં આવતી નથી અને બીજી તરફ આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી આ મામલે ક્યારે પગલાં લેશે તેવો સવાલ પણ કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવ્યો છે.
જાહેરાત















