Video: અમદાવાદમાં MP-MLA સંકલન સમિતિની બેઠકમાં મેયરને હાજર રહેવા રાજ્ય સરકારે આદેશ કર્યો

સોર્સ: gstv

અગાઉ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં મળતી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો અને સાંસદોના મતવિસ્તારના પ્રશ્નોની ચર્ચા થતી હતી. જોકે, જિલ્લા સંકલન સમિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહેતા હોવાથી અમદાવાદમાં પણ મેયરની હાજરી અપેક્ષિત કરવા ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે રાજ્ય સરકારે કમિશનર દ્વારા યોજાતી સંકલન સમિતિની બેઠકમાં મેયરને હાજર રાખવા આદેશ કર્યો છે અને આ અંગેની પ્રક્રિયા હાથ ધરવા કમિશનરને જાણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત