Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને ભારે ઉત્સાહ; દેશભરમાંથી ઉમટ્યા ચાહકો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે જાણીતા પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્સર્ટને લઈને યુવાનો અને સંગીત પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે..વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે દિલજીત દોસાંજનો 'દિલ-લુમિનાટી' (Dil-Luminati) કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ મ્યુઝિકલ નાઈટને માણવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાતના વિવિધ શહેરોમાંથી સંગીત રસિકો અહીં ઉમટ્યા છે. આ ઉપરાંત દિલ્હી, પંજાબ અને મુંબઈ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ચાહકો ખાસ આ કોન્સર્ટનો હિસ્સો બનવા અમદાવાદ આવ્યા છે.કોન્સર્ટના ભવ્ય કોન્સેપ્ટ અને દિલજીત દોસાંજની લાઈવ પરફોર્મન્સને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર ચાહકો ઢોલ-નગારાના તાલે ઝૂમતા અને દિલજીતના ગીતો ગાતા નજરે પડ્યા હતા. ચાહકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી આ કોન્સર્ટની રાહ જોઈ રહ્યા હતા














