Video: અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં 52.92 કરોડના ખર્ચે AMCએ બનાવ્યું નવું આધુનિક સંકુલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણાપીઠ વિસ્તારમાં 40 વર્ષ જૂના સ્ટાફ ક્વાર્ટર્સ અને ફાયર સ્ટેશનને તોડીને રૂપિયા 52 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. સંકુલમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેમાં 81 કાર અને 222 ટુ વ્હીલર પાર્ક કરવાની સુવિધા છે. આ ઉપરાંત એડમિન બિલ્ડિંગમાં સ્ટાફ માટે 25 રહેણાક ક્વાર્ટર્સ તૈયાર કરાયા છે. આધુનિક ફાયર બિલ્ડિંગમાં પાંચ મોટાં ફાયર વાહનો માટે ગેરેજ, કંટ્રોલ રૂમ, મલ્ટીપર્પઝ હોલ, ઇક્વિપમેન્ટ મ્યુઝિયમ, જિમ્નેશિયમ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવેલું આ કામ સપ્ટેમ્બર 2024માં પૂર્ણ થવાનું હતું, પરંતુ વીજ લાઈન, વૃક્ષો, ટ્રાફિક નિયંત્રણો અને હેરિટેજ નિયમોને કારણે વિલંબ થયો હતો.
જાહેરાત













