Video: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પોલીસ તંત્ર સજ્જ, લોકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા

સોર્સ: gstv

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોન્સર્ટ શાંતિપૂર્ણ રીતે યોજાય અને અમદાવાદ સહિત બહારથી આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું. સ્ટેડિયમમાં અંદાજે 85 હજાર દર્શકો સહિત કુલ 90 હજાર લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમમાં 300 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, જ્યારે ક્વિક એક્શન ટીમ, ડોગ સ્ક્વોડ, ત્રણ એસઆરપી ટુકડીઓ અને 1 હજાર 500 જેટલા ખાનગી સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો અને સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત