Video: ઠાકોર સમાજના કાર્યક્રમ પહેલાં વીજ ચેકિંગ થતાં રાજકીય ગરમાવો, અલ્પેશ ઠાકોરે કરી બેટિંગ

સોર્સ: gstv

વિરમગામના મેલજ ગામે ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે જ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરાતા ચર્ચાઓ તેજ બની છે. આ મામલે સમાજના આગેવાન દાનસંગજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય હાર્દિક પટેલના ઈશારે જ વીજ વિભાગ દ્વારા ગામમાં રેડ કરવામાં આવી છે. આ આક્ષેપ બાદ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે..જોકે ઠાકોર સમાજના ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં અલ્પેશ ઠાકોરે બેટિંગ પર હાથ અજમાવ્યો હતો...

આ સમાચાર શેર કરો

જાહેરાત