Video: અમદાવાદ: વડાપ્રધાન સાથે મુલાકાતની અટકળો પર કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરનો ખુલાસો, પુરાવો આપવા પર જાહેર જીવન છોડવાની જાહેરાત કરી

કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના વફાદાર સૈનિક અને રાહુલ ગાંધીના બબ્બર શેર છે. તેમણે મીડિયામાં ચાલતી અટકળોને નકારી કાઢતા પડકાર ફેંક્યો હતો કે જો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હોય તેવું સાબિત કરનાર કોઈ પણ એક પુરાવો લાવે, તો તેઓ પોતાનું જાહેર જીવન છોડવા પણ તૈયાર છે. બળદેવજી ઠાકોરે ખુલાસો કર્યો હતો કે તેઓ માત્ર થોળ તળાવના પ્રશ્ને ભાજપના મંત્રી અર્જુન મોઢવાડિયાનો સમય માંગીને તેમના બંગલે મળવા ગયા હતા. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ વર્તમાન સમયમાં પણ કોંગ્રેસમાં જ છે, ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં જ રહેશે અને પક્ષને આગળ વધારવા માટે કામ કરતા રહેશે.
જાહેરાત







