Video: બનાસકાંઠાના કાંકરેજના ચાંગામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરના નિવાસે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, ૨૦૨૭ની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરાઈ!

આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા યોજાયેલા આ કાર્યક્રમને કોંગ્રેસના શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ આગામી ચૂંટણી માટે અત્યારથી જ મેદાને ઉતરી ગઈ છે. બીજી તરફ, જગદીશ ઠાકોરે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આગામી ૨૮ નવેમ્બરે ઉત્તર ગુજરાતમાં એક વિશાળ ખેડૂત સંમેલન યોજવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. નવા વર્ષના આ સ્નેહમિલન દ્વારા કોંગ્રેસે આગામી રાજકીય રણનીતિના એંધાણ આપી દીધા છે, જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
જાહેરાત















