Video: મુખ્યમંત્રી પદ અંગે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની સ્પષ્ટતા

સોર્સ: gstv

રાજકોટમાં કોળી, પાટીદાર સહિત વિવિધ સમાજો દ્વારા મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા મુદ્દા પર પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહી વ્યવસ્થામાં મુખ્યમંત્રીની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યો કરતા હોય છે અને ધારાસભ્યો પોતાના નેતાને ચૂંટે છે. પ્રશાંત કોરાટે જણાવ્યું કે કોઈ ચોક્કસ સમાજની લાગણી હોઈ શકે છે, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય ધારાસભ્યો અને પક્ષ દ્વારા લેવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી પદની આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી જીત્યા પછીની બાબત છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત