Video: મણિપુરમાં ઝેરી દારૂનો કહેર: ૧૫ના મોત, મુખ્યમંત્રીએ મુલાકાત લઈ તપાસના આદેશ આપ્યા

સોર્સ: gstv

મણિપુરના ચંદેલ જિલ્લાના ચકપિકારોંગ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાના કારણે અનેક પરિવારો પર આફત તૂટી પડી છે, જ્યાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો છે. ઘટના બાદ મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે લેમ્ફેલપટ સ્થિત શિજા હોસ્પિટલ અને સજીવા સ્થિત બબીના હોસ્પિટલની મુલાકાત લઈને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા તંત્રને કડક નિર્દેશ આપ્યા છે. રાહત અને સારવારની કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે જનરલ મેડિસિનના નિષ્ણાતની આગેવાની હેઠળ એક ખાસ મેડિકલ ટીમને જરૂરી દવાઓ સાથે ચંદેલ રવાના કરવામાં આવી છે. બીજી તરફ, શિજા હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર આ મેથેનોલ પોઈઝનિંગનો મામલો છે અને હાલ દાખલ દર્દીઓમાંથી ત્રણની હાલત ગંભીર હોવાથી તેમનું હિમોડાયાલિસિસ ચાલી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત