Video: "આશા છે હવે ફરિયાદનો મોકો નહીં મળે, અમારું આવવા-જવાનું ચાલુ રહેશે": ભારત પ્રવાસે આવેલા પાક. મંત્રીનું નિવેદન

સોર્સ: gstv

દિલ્હી ખાતે આયોજિત પ્રથમ SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમમાં ભાગ લેવા આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મસૂદ મલિકે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દરેક દેશ દુનિયાને પોતાના નજરિયાથી જુએ છે, પરંતુ સંવાદ માટે બીજા પક્ષની વિચારસરણી સમજવી પણ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે જો એકબીજાની વાત સમજવામાં નહીં આવે તો કોઈપણ વાતચીતથી આગળ વધવાનો રસ્તો નીકળી શકશે નહીં. આતંકવાદના મુદ્દે નિવેદન આપતા મલિકે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને દેશો આતંકવાદની ઘટનાઓનો સામનો કરી ચૂક્યા છે અને તેનો કાયમી ઉકેલ ઈચ્છે છે. આ માટે કોઈ એક ઘટના પર આરોપ લગાવવાને બદલે સમગ્ર ક્ષેત્રના પડકારો પર નક્કર પુરાવાઓના આધારે વાતચીત થવી જોઈએ.

આ સમાચાર શેર કરો

જાહેરાત