Video: હૈદરાબાદમાં ૩.૮૩ કરોડનું સોનું જપ્ત; કારમાં છુપાવેલું હતું ૨.૯૮ કિલો સોનું

હૈદરાબાદમાં DRI દ્વારા એક કારમાં છુપાવીને લઈ જવાઈ રહેલો ૨ કિલો ૯૮ ગ્રામ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૩ કરોડ ૮૩ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અધિકારીઓ દ્વારા કારની તલાશી દરમિયાન ગુપ્ત રીતે સંતાડેલું સોનું મળી આવતા દાણચોરીના આ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પકડાયેલા બંને આરોપીઓ આ સોનું ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત
















