Video: છત્તીસગઢના કોસરોંડા ગામ માઓવાદી ભય વચ્ચે પણ દેશસેવાની પરંપરા યથાવત

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં આવેલું કોસરોંડા ગામ આજે 'પોલીસ વિલેજ' તરીકે ઓળખાય છે. એક સમય હતો જ્યારે આ ગામ માઓવાદીઓના ભય અને ધમકીઓ વચ્ચે જીવતું હતું. માઓવાદીઓના દબાણ છતાં ગામના લોકોએ સુરક્ષા દળોમાં જોડાવાની પરંપરા જાળવી રાખી છે. આજે ગામના અનેક યુવાનો પોલીસ અને અન્ય સુરક્ષા દળોમાં જોડાઈને દેશસેવા કરી રહ્યા છે. ગામના વડીલોથી લઈને યુવાનો સુધી દરેકમાં દેશની સુરક્ષા માટે કંઈક કરવાની ભાવના જોવા મળે છે. નવી પેઢીના યુવાનો પણ આ પરંપરાને આગળ વધારવા માટે ભરતીની તૈયારી કરી રહ્યા છે. કોસરોંડા ગામની આ કહાની માઓવાદી પ્રભાવ વચ્ચે બદલાતા બસ્તરની નવી ઓળખ દર્શાવે છે.
જાહેરાત














