Video: અરુણાચલ પ્રદેશના રુકસિન માર્કેટમાં ભીષણ આગ, 10થી વધુ દુકાનો અને અનેક મકાનો બળીને ખાખ થયું

સોર્સ: gstv

આગ એટલી ઝડપથી ફેલાઈ કે વેપારીઓ અને પરિવારોને સામાન બચાવવાનો પણ સમય મળ્યો નહીં. સ્થાનિકોના પ્રયાસ બાદ અરુણાચલ પ્રદેશ અને આસામના જોનાઈથી પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા છે, જોકે સત્તાવાર કારણ તપાસ બાદ સ્પષ્ટ થશે. આ ઘટનામાં દુકાનો અને ઘરવખરી ગુમાવતા અસરગ્રસ્ત વેપારીઓ અને પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત