Video: બંદરદેવા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશ પોલીસને પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર એનાયત કરશે

અરુણાચલ પ્રદેશના બંદરદેવા ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશ પોલીસને પ્રેસિડેન્ટ્સ પોલીસ કલર પ્રદાન કરશે. રાજ્ય પોલીસની ઉત્કૃષ્ટ સેવા, બહાદુરી, સમર્પણ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ અવસરે પોલીસ દળ દ્વારા ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્યના પોલીસ બેડા માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
જાહેરાત
















