Video: ₹4,280 કરોડના 'નીતીશ સેતુ'નું PM મોદીએ કર્યું ભવ્ય લોકાર્પણ: નીતીશ કુમાર સાથેની ઉષ્માભરી મુલાકાતે તમામ રાજકીય અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ!

સોર્સ: gstv

બિહારના વૈશાલી જિલ્લામાં કચ્ચી દરગાહ અને બિદુપુર વચ્ચે ગંગા નદી પર બનેલા 9.76 કિલોમીટર લાંબા 6-લેનના 'નીતીશ સેતુ'નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે અદભુત બોન્ડિંગ અને ઉષ્માભરી મુલાકાત જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર રાજ્યને અંદાજે ₹34,470 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે.

₹34,470 કરોડના પ્રોજેક્ટ્સ અને મુખ્ય આકર્ષણો

જાહેરાત

વડાપ્રધાન મોદી બપોરે અંદાજે 2 વાગ્યે રોડ કનેક્ટિવિટી, ઉર્જા, શહેરી માળખાગત સુવિધા, જળ સંસાધન, શિક્ષણ, આરોગ્ય અને પરિવહન ક્ષેત્રે વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રાજ્યમાં પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા 100 ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 26,900 થી વધુ લાભાર્થીઓના ગૃહ પ્રવેશના કાર્યક્રમો યોજાશે. 'નીતીશ સેતુ' વૈશાલીના બિદુપુર બ્લોકને પટનાના કચ્ચી દરગાહ સાથે જોડે છે, જેનાથી ઉત્તર અને દક્ષિણ બિહાર વચ્ચેનો પ્રવાસ અત્યંત સરળ બનશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત