Video: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાનો સહાયતા સેતુ કવાયત

જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સહાયતા સેતુ કવાયતમાં દરમિયાન સૌપ્રથમ ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન અને પૂર જેવી પરિસ્થિતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવાઈ સર્વે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિનું મૂલ્યાંકન કરાયું હતું. વાયુસેનાના જગુઆર વિમાન, ડ્રોન અને અન્ય એરક્રાફ્ટની મદદથી અસરગ્રસ્ત વિસ્તારની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ કામગીરીના આધારે બચાવ ટીમોએ કયા સ્થળે અને કેવી રીતે કામગીરી કરી શકાય તેનું નિદર્શન કર્યું હતું.
બચાવ કામગીરીના પ્રારંભિક તબક્કામાં MI-17 હેલિકોપ્ટર દ્વારા આર્મીની રેસ્ક્યૂ અને મેડિકલ ટીમના 10 જવાનોને અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત એરફોર્સના 5 ગરુડ કમાન્ડોની ટીમે પણ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ભાગરૂપે કામગીરી કરી હતી. હેલિકોપ્ટર દ્વારા નીચી ઊંચાઈએથી જવાનોને ઉતારવાની કામગીરીનું નિદર્શન કર્યુ.. ત્યારબાદ MI-17 હેલિકોપ્ટરમાં બામ્બી બકેટ લગાવી આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પુલનો મુખ્ય ભાગ પણ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો...
આ કવાયતના મહત્ત્વના તબક્કામાં કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. આર્મી, NDRF અને SDRFની ટીમોએ કાટમાળ દૂર કરવા, કટિંગ અને લિફ્ટિંગની કામગીરી કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત રેસ્ક્યૂ રોબોટ અને પ્રશિક્ષિત સર્ચ ડોગ્સની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી હતી. આર્મીના હેલિકોપ્ટર દ્વારા દોરડાની મદદથી જવાનોને નીચે ઉતારવાની તેમજ ચિત્તા હેલિકોપ્ટર દ્વારા મકાનની છત પર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીનું પણ નિદર્શન કરાયું હતું.આમ વાયુસેનાની આ કવાયત કુદરતી આપત્તી સમયે ક્વિક રિપોસ્પોન્સ અને સફળ રેસક્યૂ પર ભાર મુકાયો








