Video: વડનગર ખાતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિશ્વ શાંતિ યજ્ઞમાં ભાગ લીધો

ગુજરાતના વડનગર ખાતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિશ્વ શાંતિ યજ્ઞમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ ભગવાન શિવના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમણે વિશ્વશાંતિ અને આધ્યાત્મિક પરંપરાના મહત્વ સાથે જોડાયેલા આ આયોજનમાં ભાગ લીધો હતો. વડનગરમાં તેમના આગમનને પગલે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
જાહેરાત















