Video: 'વાતચીત દ્વારા ઉકેલ લાવીશું', સિયાંગ ડેમના વિરોધ વચ્ચે અમિત શાહે અરુણાચલના લોકોને વિશ્વાસ અપાવ્યો

સોર્સ: gstv

અરુણાચલ પ્રદેશમાં સિંયાગ ડેમ પ્રોજેક્ટને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને રાજધાની ઈટાનગર નજીક બાન્દરદેવા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના એક કાર્યક્રમમાં અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમની પરંપરાઓ, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓનું સંપૂર્ણ રક્ષણ કરશે અને વાતચીત દ્વારા જ આગળનો માર્ગ કાઢવામાં આવશે. આ મુદ્દે પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું કે સ્થાનિક લોકોની કેટલીક ચિંતાઓ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે હું સિયાંગ વિસ્તારના લોકોની લાગણીઓ અને આશંકાઓથી સારી રીતે વાકેફ છું. હું તમારી ચિંતાઓ સીધી રીતે દૂર કરવા માટે જ અરુણાચલ પ્રદેશ આવ્યો છું. કહ્યું કે, હું સિયાંગના મારા ભાઈઓ અને બહેનોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણે સકારાત્મક વાતચીત દ્વારા આગળનો રસ્તો કાઢીશું. તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત