Video: પાકિસ્તાન સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા યાત્રા માટે વિઝા વિતરણ

સોર્સ: gstv

પંજાબના અમૃતસર સ્થિત શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના કાર્યાલય ખાતે પાકિસ્તાનના ઐતિહાસિક શીખ તીર્થસ્થળોની યાત્રાએ જવા માટે શ્રદ્ધાળુઓ પાસપોર્ટ અને વિઝા લેવા ઉમટી પડ્યા હતા. પાકિસ્તાનમાં આવેલા પવિત્ર ગુરુદ્વારાઓના દર્શન કરવા જઈ રહેલા શીખ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક આસ્થા જોવા મળી હતી. એસજીપીસી દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિઝા અને પાસપોર્ટ વિતરણની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. દસ્તાવેજો મેળવ્યા બાદ શ્રદ્ધાળુઓએ અરદાસ કરીને સુખદ યાત્રાની કામના કરી હતી. સરહદ પાર આવેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળોના દર્શનની તક મળતા તમામ શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર પરિસર બોલે સો નિહાલના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત