Video: મહારાષ્ટ્ર: પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની અતિક્રમણ વિરોધી ઝુંબેશ સતત ચોથા દિવસે પણ યથાવત

આ કાર્યવાહી અંગે સહાયક કમિશનર પ્રજ્ઞા પોતદારે જણાવ્યું હતું કે, PMCના અધિકારક્ષેત્ર હેઠળ મિલકતોના સાઈડ અને ફ્રન્ટ માર્જિનમાં કરાયેલા તમામ અનધિકૃત બાંધકામો હટાવવા કમિશનર દ્વારા સ્પષ્ટ આદેશ અપાયા છે. જે દબાણો સામાન્ય નાગરિકોની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે, ટ્રાફિક જામ સર્જે છે અને શહેરના સૌંદર્યીકરણમાં બાધા બને છે, તેવા તમામ ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
જાહેરાત











