Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Maharashtra: TET paper leaked a day before the exam!

મહારાષ્ટ્ર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ TETનું પેપર લીક! 4 લાખથી વધુ ઉમેદવારો અટવાયા

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મહારાષ્ટ્ર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ TETનું પેપર લીક! 4 લાખથી વધુ ઉમેદવારો અટવાયા
સોર્સ : gstv

મુંબઈ, ૨૭ જૂન ૨૦૨૬: મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારોને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના ઠાણે જિલ્લામાં શિક્ષક પાત્રતા પરીક્ષાનું (TET - Teacher Eligibility Test) પેપર લીક થવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે, આ પરીક્ષા આવતીકાલે એટલે કે રવિવારે (28 જૂન) યોજાવાની હતી, પરંતુ એક્ઝામના (Exam) ઠીક એક દિવસ પહેલાં જ પેપર લીક થઈ જતાં શિક્ષણ વિભાગથી લઈને સરકારી નોકરીની આશા રાખતા ઉમેદવારોમાં ભારે દોડધામ મચી ગઈ છે.

App Store

તપાસમાં જોડાયું શિક્ષણ વિભાગ 

પેપર લીકના અહેવાલો વહેતા થતાં જ શિક્ષણ વિભાગ એ બાબતની ખરાઈ (Verify) કરી રહ્યું છે કે, કેટલાક શંકાસ્પદ લોકો પાસેથી જે પેપર રિકવર (Recover) કરવામાં આવ્યું છે તે ખરેખર ઓરિજિનલ પેપર છે કે કોઈ મોક ટેસ્ટનું (Mock Test) પેપર છે. જો આ પેપર અસલી પ્રશ્નપત્ર સાથે મેચ થઈ જશે, તો પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવાના નિર્દેશ સાથે પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. હાલ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા રવિવારની પરીક્ષા સ્થગિત (Postponed) કરવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલ છે. જો કે, હજુ સુધી આ મામલે પોલીસ કે શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) જાહેર કરવામાં આવ્યું નથી.

૪ લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટક્યું

આવતીકાલે યોજાનારી આ મહત્ત્વપૂર્ણ પરીક્ષામાં અંદાજે 4 લાખ 28 હજારથી વધુ ઉમેદવારો બેસવાના હતા. એક દિવસ પહેલાં જ પેપર લીક થવાને કારણે હવે આ લાખો ભાવી શિક્ષકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખ (New Exam Date) જાહેર કરવામાં આવશે.

પેપર લીકનો સિલસિલો યથાવત: તંત્ર સામે સવાલો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ અગાઉ વર્ષ 2025 માં પણ કોલ્હાપુરથી TET પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. દેશમાં હજુ NEET પરીક્ષાના પેપર લીક અને પરિણામોને લઈને ચાલી રહેલો વિવાદ (NEET Controversy) શાંત થયો નથી, ત્યાં જ મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક થતાં શિક્ષણ વિભાગની નબળી અને કથળેલી કાર્યપ્રણાલી (Exam Management) ફરી એકવાર દેશભરમાં છતી થઈ ગઈ છે.