VIDEO:TET ફરજિયાતનો નિર્ણય પરત ખેંચો: શિક્ષકોનું કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન
સોર્સ : GSTV
વર્ષ 2010 પહેલા નોકરીએ જોડાયેલા શિક્ષકો માટે ટેટપરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય વિરુદ્ધ અખિલ ભારતીય શૈક્ષિક સંઘના આગેવાની હેઠળ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધેલા આ કાર્યક્રમમાં ટેટપરીક્ષાનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. શિક્ષક આગેવાનોએ જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યના 75 હજારથી વધુ અનુભવી શિક્ષકોને અન્યાય થશે.બપોરે સરકારને વહેલી તકે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી છે. માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

