Video: 'અખંડ દીપક'ના શતાબ્દી સમારોહ નિમિત્તે હરિદ્વારની પાવન ભૂમિ પર ગાયત્રી પરિવારની બે દિવસીય સમીક્ષા બેઠકનો પ્રારંભ થયો

ગાયત્રી પરિવારે લીધેલા પાંચ સંકલ્પોની દિલ્હી બાદ હવે હરિદ્વાર ખાતે દેવ પ્રબોધિની એકાદશીથી બે દિવસીય સમીક્ષા પ્રક્રિયા શરૂ થઈ છે. ડૉક્ટર ચિન્મય પંડ્યાએ કહ્યું કે પ્રથમ સત્રમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત , શ્રદ્ધેયા શૈલ દીદી અને હરિદ્વારના વરિષ્ઠ સંતોની પવિત્ર ઉપસ્થિતિમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ અવસરે દેશ-વિદેશના 5 હજારથી વધુ કેન્દ્રોમાંથી ઉપસ્થિત રહેલા હજારો ગાયત્રી પરિવારના સભ્યોનો આભાર માનતા તેમણે કહ્યું કે, આ સમારોહથી દરેકને એક નવો, તાજગીપૂર્ણ અને અદ્ભુત સંકલ્પ તથા દ્રષ્ટિકોણ પ્રાપ્ત થયો છે.
જાહેરાત








