Video: ગંગાના સિક્સ-લેન બ્રિજનું મોદી દ્વારા ઉદ્ઘાટન: ‘નીતીશ સેતુ’ નામ પર રાજકીય ઘમાસાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બિહારની રાજધાની પટનાના બહારના વિસ્તારમાં ગંગા નદી પર બનેલા ૯ કિલોમીટરથી ર લાંબા કચ્છી દરગાહ-બિદુપુર સિક્સ-લેન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, જેને લઈને રાજ્યમાં ભારે રાજકીય હોબાળો મચ્યો છે. નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે આ બ્રિજ લગભગ દોઢ વર્ષથી ચાલુ હોવા છતાં તેનું ફરીથી ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ મહાગઠબંધન સરકાર વખતે થયો હતો. અને વિપક્ષે નામ બદલવાના આરોપ મૂક્યા અને સત્તાધારી ભાજપ તથા જેડીયુએ 'નીતીશ સેતુ' નામનું સ્વાગત કર્યું છે.
જાહેરાત












