Video: સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થતા હૈદરાબાદમાં મેટા ઓફિસ બહાર યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

હૈદરાબાદના ગચીબોવલી સ્થિત મેટા કંપનીની ઓફિસ બહાર તેલંગાણા યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જક્કીડી શિવચરણ રેડ્ડીની આગેવાનીમાં કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉદય ભાનુ ચિબ અને મનીષ શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવતા યુથ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓએ મેટા ઓફિસ બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને એકાઉન્ટ સસ્પેન્શનના નિર્ણય સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે.
જાહેરાત














