સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસે વખાણ કરાવવા મ્યુનિ. રૂ. 2 કરોડનું આંધણ કરશે

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસે વખાણ કરાવવા મ્યુનિ. રૂ. 2 કરોડનું આંધણ કરશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સોશિયલ મીડિયા પર કોઈ ઈન્ફ્લુએન્સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વખાણ કરતા જોવા મળે તો નવાઈ પામવી નહીં. સોશિયલ મીડિયા પર પોસ્ટ, રીલ અને વિડિયો બનાવીને મૂક્યા બાદ હવે મ્યુનિ. તંત્ર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસેથી પોતાનો પ્રચાર-પ્રસાર કરાવશે. કામગીરીના દેખાડા કરી 'જેન ઝી' (Gen Z)ને રાજી રાખવા માટે પ્રજાના પરસેવાના રૂ. 2 કરોડ ખર્ચી નાખવામાં આવશે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસે વખાણ કરાવવા મ્યુનિ. રૂ. 2 કરોડનું આંધણ કરશે

જાહેરાત

અમદાવાદ મ્યુનિ. તંત્રને પણ જાણે સોશિયલ મીડિયાનો ફીવર ચડ્યો છે. પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક, એક્સ (X) એકાઉન્ટ અને યુટ્યુબ પર રીલ, વીડિયો અને પોસ્ટ મૂકી ફોલોઅર્સ વધારવા માટે વર્ષે રૂ. 1.08 કરોડનો ખર્ચ કરાશે. બે વર્ષ માટે રૂ. 2.16 કરોડના ખર્ચે આ કામગીરી 'ઈવીએમ કન્સલ્ટન્સી'ને સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ છે. ઉપરાંત જીએસટી અલગથી ચૂકવવામાં આવશે.

ખર્ચનો અંદાજ 60 લાખથી વધીને સીધો એક કરોડે પહોંચ્યો

જો કે, ત્રણેક મહિના અગાઉ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે મ્યુનિ.એ વર્ષે રૂ. 60 થી 70 લાખના ખર્ચનો અંદાજ રાખ્યો હતો. પરંતુ તે સમયે કોઈ એજન્સી કામ કરવા તૈયાર ન થતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. હવે રિ-ટેન્ડર બાદ આ રકમ વધારીને સીધી એક કરોડ કરી દેવાઈ છે!

દરરોજ ત્રણ પોસ્ટ તથા રીલ મૂકી ફોલોઅર્સ વધારવા એજન્સીને કામ

અત્યાર સુધી મ્યુનિ. તંત્ર દ્વારા રસ્તા પર મોટા હોર્ડિંગ્સ, બેનર લગાવી તેમજ પત્રિકાઓનું વિતરણ કરી લોકસંપર્ક કરાતો હતો. પરંતુ હવે યુવા વર્ગ સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડી રહ્યો છે. આ માટે એજન્સીને દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કે રીલ મૂકવા સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત